આ આયના ઘરમાં-મુહમ્મદઅલી વફા
આ આયના ઘરમાં બધે તારી છબી પડઘાય છે
આ પ્રતિબિંબો પણ બધા તારાજ તો દેખાય છે
તારો બસેરો છે કણે કણ માં છતાં દેખાઈના
આ આંખ તારા રૂપ ને જોવા સતત હિજરાય છે
તારા મિલન નો આવશે હા એક દિન તો હે સખે
પણ આજ તો ઇચ્છા બધી સપના મહીં રોળાય છે
પાલવ થયો છે તંગ ઘણો આ આંખના દરબારનો
આ બાગનાં સર્વે ગુલે તારી સુ ગંધ ફેલાય છે
તારીજ લીલા છે બધી તારા વિના કો હોય ના
આ ચાંદ તારા સૂરજે બસ તું બધે ડોકાય છે
ઝૂરે વફા તું કયાં સુધી એના મિલનની આશમાં
ઘોરી નસો થી પણ વધારે એ નિકટ વર્તાય છે
i am very happy to see gujrati gazal on internet plz carry on
By: mohmmed turky on October 4, 2009
at 7:52 am