Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | July 1, 2008

સ્પર્શ તણો તણખો _મુહમ્મદઅલી’વફા’

સ્પર્શ તણો  તણખો _મુહમ્મદઅલીવફા

 

મળતા રહો બસ હવે હસ્યા વગર

પાછા ફરો એક શબ્દ  કહ્યા વગર

 

વર્ષો તણો બોજ લઇ  ફરતા રહો

ખાડો કબરનો ભરો જીવ્યા વગર.

 

કાગળ અમારો અવતરે જો કદી

ફાડી દિયો એ તમે વાંચ્યા વગર

 

પાણી તણું એક પણ ટીપું નથી

ડૂબી ગયા  ક્યાં તમે તર્યા વગર

 

ઇચ્છા રહી  પામવાને સ્વર્ગની

પહોંચી શકાશે નહીં મર્યા વગર

 

કઇ રીતના મ્હોરશે  એ ફૂલડાં

બીજો જરા પ્રેમના વાવ્યા વગર

 

સ્પર્શ તણો  તણખો વફા કયાં ઊગશે,

આ હાથને હાથમાં ધર્યા વગર

 


Responses

  1. good


Leave a response

Your response:

Categories