Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | July 1, 2008

સાચવી લેજે_ મુહમ્મદઅલી’વફા’

સાચવી લેજે_ મુહમ્મદઅલીવફા

 

કદી તૂટી નહીં જાએ  રસમ ને સાચવી લેજે.

હવે જે ખાઇ લીધી છે કસમ ને સાચવી લેજે

 

ખુલાસાની જરૂરત પણ હવે રહેતી નથી દિલબર

બધાનાં  દિલ મહીં જે છે ભરમ ને સાચવી લેજે

 

પહોંચવું હોય જો એની સમીપ, શરત એ રહી છે ત્યાં

જિવનને ને સાચવી લેજે કરમ ને સાચવી લેજે

 

બધા સર્જન મહીં દીધા તને ઉત્તમ બધા દરજા

ઠરી જાશે ખરે સાચા ,રહમ ને સાચવી લેજે

 

ઘણા રસ્તા ભલે દોરી જતા  ખોટા સુરાલયમાં

તુ મન ને સાચવી લેજે કદમ ને સાચવી લેજે

 

બને નારાજ થઇ જાયે બધા મિત્રો કદરદાનો

જરા પરવા નહીં કરતો સનમ ને સાચવી લેજે

 

ફકત એકજ  વફાતુજને   અહીંયા એ મળેલું છે

પછી મળશે નહીં તુજને જનમ ને સાચવી લેજે


Responses

  1. ખુબ જ સુંદર ગઝલ છે.

    બને નારાજ થઇ જાયે બધા મિત્રો કદરદાનો
    જરા પરવા નહીં કરતો સનમ ને સાચવી લેજે

  2. good

  3. “ભલે મન તારું ડોલી જાય કે ધન તારું ડોલી જાય,
    હવે ભગવાન થી ડર તું ધરમ ને સાચવી લેજે.
    વફા સાહેબ અસ્સલામોઅલૈકુઅમ,
    આપની ગઝલ માં મારા શબ્દો લખવા માટે હુ તત્પર રહું છું કેમકે ગઝલ એટલી સુંદર હોય છે.

  4. Excellent….I wish I could write the comments in Gujarati. I am very impressed with your creation.

  5. very impressive

  6. CREATIVE, IMPRESSIVE AND EFFECTIVE.


Leave a response

Your response:

Categories