માંગવું પડ્યું -મુહમ્મદઅલી‘વફા‘

અમારે રોજ કિસ્મતથી વધારે માંગવું પડ્યું.
અને કંઈં તો ફકત તારા ઇશારે માંગવું પડ્યું.
રહી મરજી ખુદા તારી દિયે અમને વધું હકથી
કદી તારી દુઆના પણ સહારે માંગવું પડ્યું.
અમે નજરે ભરી લીધાં સતત દ્રશ્યો બધા તારા
અને બાકી હતું તે આ નઝારે માંગવું પડ્યું.
અમારી પાંસ પોતાનું કદી પણ કયાં હતું ખુદનું
કદી સાંજે અને માલિક સવારે માંગવું પડ્યું.
ખુદા ભટકી જતે આ કારવાં જો તું નહીં દેતે
સફરમાં માંગવું પડ્યું ઉતારે માંગવું પડ્યું.
કદી ગુંબદ મહીં માંગ્યું ,કદી જંગલ બયાંબાંમાં
‘વફા‘ શરણે જઇ તારા મિનારે માંગવું પડ્યું.
ખુદા ભટકી જતે આ કારવાં જો તું નહીં દેતે
સફરમાં માંગવું પડ્યું ઉતારે માંગવું પડ્યું.
સુદર ગઝલ.
By: sunil shah on June 28, 2008
at 2:32 am
EXCELLENT
By: RAMESH K. MEHTA on November 22, 2008
at 2:30 am