Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | June 15, 2008

વતનની લાજ રાખી છે ***મુહમ્મદઅલી’વફા’

વતનની  લાજ રાખી છે ***મુહમ્મદઅલીવફા

 

બની પાપણ આ વાળોએ નયનની લાજ રાખી છે.

મને સૌ કંટકો કહે છે ચમનની લાજ રાખી છે.

 

જશે સૂરજ  સમય સર આથમી ને આ ચાંદ વર રાજા

ભલા મેં તારકો  થઇને ગગનની લાજ રાખી છે.

 

મને બારાખડી કહીને  નકામી સેજ ના ગણશો.

બની શબ્દો નો ગુલદસ્તો કવનની લાજ રાખી છે.

 

અમોને આમ ભૂલાવી  તમે શકતા નથી સહચર,

 શહીદ અબ્દુલ હમીદ થઇને વતનની  લાજ રાખી છે.

 

અમારી રાત તેં રોશન કરી  છે મીણ બત્તી થઇ,

 અમે જલતા પતંગા થઇ જલનની લાજ રાખી છે.

 

 

અમે નમતા નથી  કો અન્યને હે વાહિદ ખુદા વંદા,

 ખુદા સજદો   કરી તુજને   નમનની લાજ રાખી છે.

 

અમારા સમ વફા તમને, ન કો સાકી કદી મળશે

બધાંયે જામ  ઉભરાવી ઇજનની લાજ રાખી છે.

 

 

 

 

 

Responses

ભલા મેં તારકો થઇને ગગનની લાજ રાખી છે.
શહીદ અબ્દુલ હમીદ થઇને વતનની લાજ રાખી છે.
બધાંયે જામ ઉભરાવી ઇજનની લાજ રાખી છે.

સરસ ! મઝાની રચના બદલ ધન્યવાદ.

“હ્તા બંદા ખુદા ના એ જે દુનિયા થી થયા રુખસત.

મરી ને પણ કે જેણે આ “કફન” ની લાજ રાખી છે.”

Leave a response

Your response:

Categories