રેડાયલું રહ્યું_ મોહમ્મદઅલી વફા
નીચે કદી તો ઉપર એ વ્હેંચાયલું રહ્યું.
આ દિલ સદા ઇચ્છા ઘરે બંધાયલું રહ્યું.
ભૂલી ગયા એને જુઓ તકબીર એની કહી,
આ મન અતલ ઉંડાણમાં ધર્બાયલું રહ્યું.
આંખો કરીને બંધ એને જોઇ મેં લીધું
સ્વપ્નો તણી જે પાંપણે ઢંકાયલું રહ્યું
.
એકેક ટીપું જળ તણું પણ સાચવી લીધું,
આ ખૂન કેવું વ્યર્થ કે, રેડાયલું રહ્યું
ભૂલી જવાની કોઇ પણ તદબીર ના ચાલી,
આ દર્દ પણ કાંટો બની ચૂંભાયલું રહ્યું.
નજરો કરો નીચી ભલે, નિરખો ભલે વાંકુ,
માહ્યલું તો અંદરે ચૂથાયેલું રહ્યું.
એકે કળી આ બાગમાં વિકસી નહીં શકી,
આખું ચમન હરદમ વફા લૂંટાયલું રહ્યું.
Posted in ગઝલ | Tags: ગઝલ, મોહમ્મદઅલી વફા, લૂંટાયલું રહ્યું_ મો
