અર્થનાં મગર_મોહમદઅલી વફા
ઓગળી રહ્યાં બધા આ હીમનાં નગર.
તૂટવા આતુર અહીં સૌ શીત નાં શહર.
આ બધા બોદા મહેલો કયાં સુધી તક્શે
પીગળી રહ્યાં જુઓ આ મીણનાં ડગર
ચોસલા શબ્દો તણાં સહુ ગોઠવો છો પણ
છે ઘણાં દાંતો વગરના અર્થનાં મગર.
એક પણ કાંટો નથી આ દર્દના ફૂલે
વેદનાની ડાળકીએ ના સુગંધ,અતર.
પ્યારની બાની મહીં વાતો કરે દોસ્ત,
છે વફાની મ્હેકની ચારોતરફ અસર.
