ખુલ્લા મકાનમાં._ મોહમ્મદઅલી’વફા’

તો યે અંધારા ફરે તારા જહાનમાં.
સૂરજ તો ઘૂસી ગયો ખુલ્લા મકાનમાં.
તું એકજ આ રાગથી કાં’ગાયછે સદા
માની લીધું જાદુછે કોકિલ જબાનમાં..
વચનોનાં આ જૂઠની ચિંતા નકર, હવે ,
એને પણ સાચવી લે દિલની જબાનમાં
ખાલી છે મેદાન પણ ક્યાં જંગ તુ કર શે
તૂટેલા છે તીર સૌ તારી કમાનમાં.
એ રોગ પ્રેમનો લઇ ભમ્યા કરે છે ત્યાં,
એની મળેછે કયાં દવા એની દુકાનમાં.
વ્યર્થ છે વાતો બધી સમજાવવી એને
ભટકી રહ્યો જંગલે લયલાના ધ્યાનમાં
જાદુ વફા એ ઈશ્કનો, સમજાવશો કોને,
લાખો નિષ્ફળછે દવા એના નિદાનમાં.