Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | April 7, 2008

માંગી જુઓ_મોહમ્મદઅલી વફા

માંગી જુઓ

જિંદગીની કો સફર માંગી જુઓ,
ને વિતેલી એક પળ માંગી જુઓ,

ને જલાવો આ જિવન દીપક બની,
તે પછી આવી કિરણ માંગી જુઓ.

દિલ કટોરી અર્પી દિયો બસ પ્યારથી,
પ્યાસ બુઝાવા અધર માંગી જુઓ.

તારલા જઈ એમના ચરણે ધરો,
ને પછી થોડી સહર માંગી જુઓ.

જેટલાછે મહેલ સૌ ભેટે ધરો,
સર છુપાવા એક ઘર માંગી જુઓ.

આમ શંકા થી વફા નિરખો નહીં,
કોઇ પણ મેદાને સર માંગી જુઓ.

_મોહમ્મદઅલી વફા


Responses

  1. જિંદગીની કો સફર માંગી જુઓ,
    ને વિતેલી એક પળ માંગી જુઓ,
    અતિ સુંદર વફા સાહેબ.
    આપની જ ગઝલ થી શેર લઇ”તઝમીન’બનાવી એક્ ગઝલ લખી છે મારા નવા બ્લોગ પર.જરૂર પધારશો.


Leave a response

Your response:

Categories