તબીબોના બધાનુસ્ખા
બધી વાતો અહીં જન્નત તણી ઉધાર લાગે છે.
ફકીરોને હવે મીઠો બધો સંસાર લાગે છે.
હવાને એ વદેછે કે ઉડાવી એને લઇ જાએ,
ગુલોને રૂપનાં મદમાં સુગંધ નો ભાર લાગે છે.
મળ્યું છે દર્દ પણ એને રણે બેઠેલ મજનુથી,
તબીબોના બધાનુસ્ખા હવે બેકાર લાગે છે.
હતી એ વાત નાની પણ કહેનારો હતો લેખક,
પતંગાનો જુઓ કિસ્સો ઘણો દળદાર લાગે છે.
વફા સોંપી ગયા આવી મતા નાની કહીને એ,
જરા જોયું હ્રદયમાં તો હવે અંગાર લાગે છે.
_મોહમ્મદઅલી વફા
Posted in ગઝલ