કરી લીધી કદી કો વાત તો એ પણ નજર વાંચી.
અમે ભરતા નથી કો જામ, તૃષાને વગર વાંચી.
કડાકા ને ભડાકાઓ થયા આકાશનાં મોભે,
બને ભેગા થયાં બે સોણલાં જલતી કદર વાંચી.
ઉઠાવી લઇ જશે એ રાતની શ્યામલ નિરાશાઓ,
જરા આ પ્રાત: ના માથા ઉપર ઉગતી સહર વાંચી.
અમારી વાત પહોંચી ગઇ ખબર એની અમોને છે,
તમારા હોઠ સીવાઈ ગયા’તા એ ખબર વાંચી.
‘વફા’ શબ્દો તણા પૂષ્પો તમે ના વેડફો નાહક,
કરો જો કોઇ પણ વાતો કરો એના અધર વાંચી.
_ મોહમ્મદઅલી વફા
Posted in ગઝલ