ઉતાવળ છે કેટલી
ઉજવાઇ જવાની ઉતાવળ છે કેટલી .
પથરાઇ જવાની ઉતાવળ છે કેટલી
બનશે પ્રથમ નાજુક કળી, ગુલ તે પછી
મ્હેકાઇ જવાની ઉતાવળ છે કેટલી.
ચમકો પ્રથમ સૂરજ બની આકાશમાં
ફેલાઇ જવાની ઉતાવળ છે કેટલી
ઢળને આકારો મહીં પાષાણ બનીજા
પુંજાઇ જવાની ઉતાવળ છે કેટલી.
મયકદા,મય ની રસ્મો ની પ્રીત કર
છ્લકાય જવાની ઉતાવળ છે કેટલી.
કિતાબે શબાબનું અધ્યયન તો કર,
નખરાઇ જવાની ઉતાવળ છે કેટલી
ચાંદથી ચાંદનીનો રંગ માંગી લે
કિરણાઇ જવાની ઉતાવળ છે કેટલી