મસ્જીદે નબવી, મદીના
મદીના શહેરનું એક દ્રશ્ય,મસ્જીદે નબવી મધ્યમાં દ્રષ્ટિમાન છે.
મદીના ! મદીના!
જન્નત બને છે મદીના મદીના.
ખુદા અર્પી દે છે મદીના મદીના.
અધર પર ફરે છે મદીના મદીના.
હૃદયમાં રમે છે મદીના મદીના.
વસી છે નજરમાં બધી નુર મહેફિલ
નબીની જ્મીં છે મદીના મદીના.
કદમને જરા આ અદબથી ચલાવો,
ધરા પણ જપે છે મદીના મદીના.
જુઓ ત્યાં ઉભો છે મિનારો ને ગુંબદ,
હવે લબ વદે છે મદીના મદીના.
ગલીઓ સુહાની મહેકે ગુલો સમ,
નગર એ બને છે મદીના મદીના.
સલામો કરો અર્જ નબીજીને રોઝે,
કરમની ફળી છે મદીના મદીના.
નમાઝો ,સલામો, સલાતો ,પ્રશસ્તિ
તકો સૌ ધરે છે મદીના મદીના.
‘વફા’ દર્દ નો પાલવ જઈ પ્રસારે
હિદાયત ધરે છે મદીના મદીના.
લબ=હોઠ
હિદાયત=સત્ય પ્રતિનું માર્ગ દર્શન
4ડીસેંબર2007
મસ્જીદે નબવી અને મદીના શહેરની એક સુંદર સ્લાઈડ.
http://haqaonline.lightuponlight.com/pg/displayimage.php?album=4&pid=197&slideshow=5000
Madina slide show
http://community.webshots.com/slideshow/408169888enLuWB?mediaPosition=20
નમાઝો ,સલામો, સલાતો ,પ્રશસ્તિ
તકો સૌ ધરે છે મદીના મદીના.
વફા’ દર્દ નો પાલવ જઈ પ્રસારે
હિદાયત ધરે છે મદીના મદીના.
સુંદર ગઝલ..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
By: Chetan Framewala on December 5, 2007
at 4:19 am
શીવોહમ શીવોહમ યાદ આવી ગયું
આવી સુંદર અને પવીત્ર જગ્યાએ કદી મારા જેવો પરધર્મી જઈ શકશે?
By: Chirag Patel on December 5, 2007
at 8:44 am
કદમને જરા આ અદબથી ચલાવો,
ધરા પણ જપે છે મદીના મદીના.
-સુંદર અને સશક્ત શેર…
By: વિવેક ટેલર on December 15, 2007
at 5:17 am