
ઢસે છે જિંદગી
રાતના સ્વપ્ના ભરે છે જિંદગી
શ્વાન થઇને પણ ભસે છે જિંદગી.
શ્રાપ એના હાથમાં અંકિત થયો,
ભરવસંતે પણ ખરે છે જિંદગી.
મોતનો પ્રસંગ ઉજવાશે કદી,
બુંદ થઇ થઇને ઝરે છે જિંદગી.
એ બદલતી મોસમોમાં ફરફરે,
રંગ દર્દોમાં ભરે છે જિંદગી.
પથ્થરોનું આયખું તૂટી ગયું,
જો હથોડી લઇ ફરે છે જિંદગી.
ઊધઈ સમ આ સમયના હાથથી,
રોજની થોડી મરે છે જિંદગી.
રેતની પાંખો બનાવીને ઉડે ,
ક્યાં ખબર કેવી ઢસે છે જિંદગી.
હાથ તાળી આપશે ઊડી જશે,
શ્વાસની ભીખે રમે છે જિંદગી.
એક પરપોટો ‘વફા,ફૂટી જશે,
એક ફૂગ્ગામાં વસી છે જિંદગી.
શ્રી જુગલકિશોર વ્યાસની ‘જિંદગી’ રદીફ વાળી સુંદર રચના માણવા નીચેના URL પર કલીક કરવા વિનંતી
ઊધઈ સમ આ સમયના હાથથી,
રોજની થોડી મરે છે જિંદગી.
ઊધઈ પણ સમયની ઊધઈથી બચી શકતી નથી.
એટલે સમયતો ઊધઈની પણ ઊધઈ કહેવાય.
By: gdesai on November 24, 2007
at 7:32 pm
મારી રચના મૃત્યુ સંદર્ભે હતી – ઉપરાઉપરી બે વડીલોને જતાં જોઈને લખાયેલી.
તમે જીંદગીને જરા હટકે જોઈ-માણી છે, આ ગઝલમાં.
તમારી ગઝલો વાંચતો જ રહું છું. સમયના અભાવે અને ક્યારે…ક આળસથી પણ, કોમેન્ટ આપી શકતો નથી. તમારી રચનાઓ અને અન્યોની રચનાઓમાંથી પસંદ કરેલી, સૌ ગમે છે. તમારો આ ક્ષેત્રનો અનુભવ અને એની જાણકારી સાચ્ચે જ બ્લોગજગતને ઉપયોગી છે.
By: Jugalkishor on November 24, 2007
at 8:47 pm
Dhase Chhe Jindagi — Great. Really enjoyed. Particularly,
“Udhay sam aa samay na hath thi
Roj ni thodi mare chhe Jindagi.
And
“Maut no prasang ujvase kadi”…….. to celebrate death, the idea and the use of words. Unique, great.
Actually I read again and again, and enjoyed quite a few of your Ghazals today. I really appreciate your service to Gujarati Literature. Keep it up.
“Allah kare zore qalam aur zyada”. B. Husain Bhayat.
By: B. Husain Bhayat on December 2, 2007
at 12:50 pm
“Swas ni bhikhe rame chey zindagi”……..Vafa Saheb…..its excellent
By: Shabbir Basrai on December 3, 2007
at 10:30 am