Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | November 21, 2007

સમયની આંગળીઓ_વફા

fingersoftime5.jpg

સમયની આંગળીઓ

હવે તારે જ તુજ ઓળખ અહીંયા આપવી પડશે.
અને ખાંભી બને તારીજ તારે થાપવી પડશૈ.

ભરેલા વિષ તણી પ્યાલી બધી જો તુંજ ઘોળે તો
પછી તારે કદી એને અધરથી ચાખવી પડશે

કદી એના શરણમાં જો પહોંચીને કરું તૌબા
બધી ઈચ્છા તણી હરણી ખરેખર નાથવી પડશે.

સતત તારી ગતિ ઉપર વરસ શે વિઘ્નો તણા કાંટા
સમયની આંગળીઓ પણ કદાચિત્ ભાંગવી પડશે

વફા પાણી મહીં ઉતરી જરા જોયું ખબર થઇ આ
મગર સાથેય મૈત્રી જળ મહીં પણ બાંધવી પડશે.

૨૨જાન્યુ.૨૦૦૬

Responses

સુંદર રચના… કોઈ-કોઈ પંક્તિમાં છંદ શિથિલ થયેલો લાગે છે. આપ તો ઉસ્તાદ છો. કોઈ નવો પ્રયોગ કર્યો હોય તો સમજાવશો?

Dear Bagh-e-Wafa,

I am impressed with your efforts in promoting Gujarati and Urdu literature. I am a fan of both Gujarati and Urdu literatures. I love Gujarati Ghazal-go. Where as, Saif Palanpuri, Shayda, Asim Randeri, Klapi, and Adil Mansuri are my Guajarati Favorites, I am dil-dadah or lover of Urdu Poet Ghalib. Every month, I compose in three languages/scripts viz. Urdu, English, and Gujarati, explanations of few verses of Ghalib and mail them to my huge list of Ghalib lovers. I also post them on my website. I add pictures to each verse to stimulate its explanation.

I receive many emails appreciating my Ghalib explanation; my website also encounters many hits.

Please visit my Ghalib website. http://www.mirza-ghalib.org/ Please add this Website in your above list.

Salam,

Asghar Vasanwala

શ્રી વિવેકભાઇ
આપની વાત સાચી છે.મત્લઅના બન્ને મિસરા ,અને મકતાના શેરમાં આ શિથિલતા હતી. ચકાસણીની બેદરકારી કે નજરચૂક થઇ છે.
રહી ઉસ્તાદની વાત! આપના માનનીય ઉધ્બોધન માટે આભાર.વિદ્યાર્થી છું. શીખી રહ્યો છું.હા મારા ઉસ્તાદ ‘મસ્ત’હબીબ સારોદી વાસ્તવમાં ઉસ્તાદ હતા. માનનીય શ્રી રતિલાલ અનિલ સાહેબે એમનાં માટે એવું લખ્યું છે કે .એ ઉસ્તાદ હતા,અને ઉસ્તાદ થવા સર્જાયા હતા. અને રાંદેરમાં અને સુરતમાં તે ઉસ્તાદોને જોયા છે,અને એમનો પ્રેમ પણ મળ્યો છે.અમારી એમ.એમ.પી.હાઈસ્કૂલના સદગત ટ્રસ્ટી મર્હુમ જનાબ ‘વહશી’ રાંદેરી અને વ.સમાચારના સદગત તંત્રી મર્હુમ જનાબ નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી).આ બન્ને મહાનુભાવો ગુજરાતી ભાષાનાં પ્રથમ મુશાયેરામાં રાંદેરમાં ભાગ લીધેલો.
અને સુરત,રાંદેરના મારા સાહિત્યિક વડીલોને પણ કઇ રીતે ભૂલું? વ.સમાચારના તંત્રી આચાર્ય’મસ્ત’મંગેરા સાહેબ,મ.બેકાર સાહેબ.શ્રીભગવતીકુમાર શર્મા,જ.લતીફ સુરતી, જ.નઝર તુરાવા વિ. અને વર્ષો પછી મને શાયરીનાં વિશ્વમાં ફરી લાવનાર જ.ડૉ.અદમ ટંકારવી(બ્રિટન),અને ગુજરાતી ઉર્દુ ગઝલ.નઝમના યુગ પ્રવર્તક જનાબ આદિલ મંસૂરી સાહેબ(અમેરિકા).
વાત લાંબી કરી નાંખી પણ આ પણ એક સંભારણું છે.
વિના સંકોચે આપને જ્યાં ક્ષતિ નજરે પડે તો,જણાવવા વિનંતી.
આભાર સહ
’વફા’
(22નવે.2007)

Leave a response

Your response:

Categories