બે ચાર ક્ષણની વાત છે
વહેતા સમયની રેતી ઉપર બે ચાર ક્ષણની વાત છે.
સદીઓનાં ઘણાં ખંડેરમાં ઉજડેલ જણ ની વાત છે.
નદીઓને કરી શૂષ્ક , ફરે ચળકાટ મૃગજળનો અહીં
ભટકતા જળ વિનાના આ મૃગના જ રણની વાત છે.
છિપાયેલી તરસ સાથે ન મળ્યું કોઇ અહીંયા કદી
કદી ચાતક તણી કો’પ્યાસ કે, પ્યાસા હરણની વાત છે.
ચહેરા બદલતી જિંદગીનો છે એક એકાંકી અહીં ,
નવતર વહેણની છે વાત આ, વાતાવરણની વાત છે.
લઉં નામ પણ હું કઇ રીતના છે આડમાં શર્મો હયા
રહે પર્દો ‘વફા’ તો ઠીક છે જિવન મરણની વાત છે.
(6નવે.007)