Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | November 15, 2007

શબનમની સવારી છે _વફા

memory-flower.jpg

એક જૂની ગઝલ

તમારી યાદનાં પૂષ્પે મહેક જ્યારે પ્રસારી છે.
અમે સપનોં તણી દુનિયા મહીં રાતો ગુજારી છે.

તમે દિલનાં જ પાલવમાં છતાં દિલ શોધતું તમને,
હ્રદયને બાળતી કેવી મધુર આ ઇંતેજારી છે.

પ્રહારો લાખ આ જગના નહીં ભુંસી શકે એને,
છબી જે આપની મેં દિલનાં દર્પણમાં ઉતારી છે.

અને એ રીતથી એ પ્રિતની જળવાય સમતુલા
તમે થોડી ઘટાડી તો અમે થોડી વધારી છે.

વરસવાનું બધું છોડી કદી ભીનાશ થઇ ખર્યું
જુઓ તેથી ગુલે ખામોશ શબનમની સવારી છે.

બધા નાચી ઉઠે છે બીન એની સાંભળી અહીંયા,
બધાને છેતરી રહ્યો એ દુનિયાનો મદારી છે.

‘વફા’ ફરિયાદ હોઠો પર બિરાજે મૌનનાં રૂપે,
અરજ ખામોશ પથ્થરના યે હૈયાં ચીરનારી છે.

(‘ઈસ્માઈલી’ 15સપ્ટેંબર1967)

Responses

vaah, vaah! khub sundar wafa-saheb…! aakhi gazal khub sundar chhe. darek sher baLuko chhe. kharekhar…khub sundar!!!

વફાસાહેબ…આખે આખી ગઝલ સુંદર છે. મોટા શાયરો સાથે નો આપનો સાથ આ ગઝલમાં છલકે છે.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Leave a response

Your response:

Categories