Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | November 7, 2007

રૂપની ચર્ચા__વફા

 

mntsinai.jpg 

રૂપની ચર્ચા

આવ તારા રૂપની ચર્ચા_ જગાડીયેં.
ના સમાયે તું નજરમાં પણ બતાવીયેં.

તૂર નું પાષાણ સમ હૈયું છતાં એ જો,
નૂર થી ફાટી ગયું સહુને જણાવીયેં.

ના થવાયું કૈસ તો બસ આટલું તો કર,
દેહથી ચોંટેલ આ કપડાં તો ફાડીયેં.

જાય ના લાગી કહીં નજરો તણાં ઘૂવડ,
ચાલ તારા રૂપના સદકા ઉતારીયેં.

એ ખગોની પાંખ પર સંદેશ કયાં હવે?
લાવ કબૂતર કોઇ કલ્પનાના ઉડાડીયેં.

મારગ ઉપર કોઇ પણ ઠરવા નથી દેતું,
ખંડહર ઉપર જઇને જરા માતમ મનાવીયેં

મંઝિલ હજી દૂરછે તારા મિલનની ભલે
યાદના દીપો વફા થોડા જલાવીયેં.

તૂર=માઉંટ સીનાઈ
નૂરથી તૂટી ગયું= મુસા(અલૈ.)પયગંબરે ખુદાપાકને જોવાની જીદ કરેલી.આદેશ મળ્યો તૂરના પથ્થરો પ્રતિ દ્રષ્ટિ કર.ખુદાઈ નૂરનું કિરણ પડતાં ,તૂરના ટૂકડા થઈ ગયા.હ.મુસા(અલૈ.)બે હોશ થઈ ગયા.
કૈસ=મજનું


Responses

  1. Liked these lines very much:

    મારગ ઉપર કોઇ પણ ઠરવા નથી દેતું,
    ખંડહર ઉપર જઇને જરા માતમ મનાવીયેં

  2. The comparison between heart and mount Toor, bringing historical reference into context has produced a great effect. Enjoyed very much.

  3. સુંદર રચના….


Leave a response

Your response:

Categories