Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | November 5, 2007

જોયા વગર _ વફા

allahclouds.jpg

(વાદળોમાં નૈસર્ગિગ રીતે અરબી લિપિમાં સર્જાયેલું અલ્લાહનું નામ)

અલહમદુલિલ્લાહિ રબબ્બીલ આલમીન _ અલ કુરાન

કાવ્યમય ભાવાત્મક અનુવાદ:

(ફકત અલ્લાહના માટે અતિ ઉત્તમ પ્રશંસાઓ.
ભલાઈ,બંદગી,ભક્તિ અને છે સર્વ ગુણગાનો.
બહુ સુંદર,અનુપમ સર્વ સૃષ્ટિનો જે સર્જક છે,
સકળ સંસારનો માલિક દશે દિશાનો તે શાસક છે.
_’દીપક’ બારડોલીકર.’આબેકવસર-20)

જોયા વગર _ વફા

જોયા વગર પણ તને માની લઉં, ખુદા.
અદ્વૈત્ય તણા રંગોને પણ જાણી લઉં ખુદા .

તારી સિફત લમયલિદ વલમયુલદ ખરે રહી
તારી રહમની ચાદરો તાણી લઉં ખુદા .

ઉલફત તણા આંગણ મંહી નિરખું સદા તને
તારાં મધુર નામો લઈ માણી લઉં ખુદા .

દિલની ધડકન મહીં રટણ તારું રહે સદા
તારે સહારે સહુ પિડા ખાણી લઉં ખુદા .

શિકવા શિકાયત આ બધી વ્યર્થ છે વફા,
નારાજગી તારીજ જો જાણી લઉં ખુદા .

 

 **

લમયલિદ=તેને કોઇ ઓલાદ નથી
વલમયુલદ=ન તે કોઇની અવલાદ છે.

Responses

જોયા વગર _ વફા
આંસુઓનું નગર છે_વફા
ખબર કયાંથી પડે _ વફા
ફૂલ કરમાયું નહીં _ વફા ..

બેવફા કોઈ, વફા કોઈ!
જેસે જિંદગી મે હો સુબહ-શામ!
સુંદર રચના!

Leave a response

Your response:

Categories