Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | November 3, 2007

આંસુઓનું નગર છે_વફા

city-of-tears1.jpg

આંસુઓનું નગર છે

બધી વારતાઓ કથાઓ વગર છે.
કથામાં ફકત આંસુઓનું નગર છે.

ઉકેલી અમે જ્યાં લિપી એ નશાની,
હૃદયના ઉછાળા તમારા વગર છે.

ન છેડી શકાયું તમારી નજરથી,
હતું તીર નાનું ને મોટું જિગર છે.

નમક છે બધા કાફલાનાં જખમ પર
હજી કેટલી આ કણસતી સફર છે.

ઉકેલી નશક્યું કોઇ ભેદ દિલનો,
ઝઝૂમી રહેલા દરદની નજર છે,

ચુસાઈ ગયેલી રણોનાં અધરમાં
નદીઓ છલક્તી કિનારા વગર છે.

કદમપર હવે ફૂલ બાંધી ને ચાલો,
પહાડો ના ખોળે તડપતી ડગર છે

સળગતા રહ્યા સહુ સપન પંખીડાઓ,
તમારું શહર પણ અગન ઝરતુ ઘર છે.

‘વફા,હાથ ઉંચોકરીલો દુવામાં
ખુદાની મહેર પણ વરસતી ઉપર છે.

Responses

gr8888888888

kurban yar.
bahu mast che.

Leave a response

Your response:

Categories