ફૂલ કરમાયું નહીં
છીપો તણાં અરમાનનું પાન રંગાયું નહીં .
મોતી જિવન નું આ જુઓ કેમ વિંધાયું નહીં
સિંચી અમે દીધું ચમન માં રક્ત, પાણી નહીં
પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં .
આતો અમારા દિલતણી ઉદારતા છે દોસતો
એવું નથી કે રૂખ તમ આજ પરખાયું નહીં.
બદલી અમે દીધી અમારી જિંદગીની વારતા
પણ આ જમાનાથી મથાળું ય બદલાયું નહીં
ફીકો પડી જાયે’વફા’ રંગ જિવન નો કદી
એવું અમે આ હોઠથી ગીત કો’ ગાયું નહીં
(પાનખર આવી તે છતાં ફૂલ કરમાયું નહીં ,એ ભૂતકાળમાં થયેલ કોઇ તરહી મુશાયેરાની પંક્તિ છે.ઘણા નામાંકિત શાયરોએ એ મિસરો લઈ છંદોબધ્દ્ધ ગઝલ લખીછે. મરહુમ જ.’નાઝિર’દેખૈયાની ગઝલ નીચેના URL પર જઇ માણી શકો છો.)
http://bgohil7.wordpress.com/2007/10/24/nazir1/
Posted in ગઝલ