
દરિયો
ફેંદ્યા કરે આખું જગત વ્યહવારનો દરિયો.
તર્યા કરે લઈ ને દરદ અંગારનો દરિયો.
મોતી ભરી મરજીવો કો ત્યારે કદી નીકળે,
પી જાયજો તે વિષ તણો સંસારનો દરિયો.
આખા જગતની રુદ્રતા ખુદમાં સમાવી લે,
તેથી સતત દેખાય છે ભેંકારનો દરિયો.
સરિતા બની મીઠાં બધાં જળ ઠાલવી દીધાં
જનમો જનમ રહ્યો છતાં તું ખારનો દરિયો.
વરસી અમે જ્યારે પડયાં ટીપાં તણાં વેશે
ત્યારે જુઓ બન્યો અહીં આ પ્યારનો દરિયો.
સૂરજ ઉઠાવી લઇ જશે સંધ્યા તણો અશ્વાર
રહેશે કણસતો આ ‘વફા’ અંધારનો દરિયો.
(7 ઓકટો..2007)
‘દરિયો’વિષય પર અન્ય રચનાઓ વાંચવા કલીલ્ક કરો:
http://sarjansahiyaaru.wordpress.com/2007/10/06/sarjankriya54_dariyo/#comment-1303
Posted in ગઝલ