કયાં મળે છે
અમારી અમોને ખબર કયાં મળે છે?
તમારી યે દ્રષ્ટિ સભર કયાં મળે છે?
મળી જાય કો દિ’સરકતો જ સાયો,
છતાં પણ તમારી નજર કયાં મળે છે?
મળે આંખ શુષ્ક દરિયાઓ લઈને,
હૃદય કુંજમાં કોઇ કદર કયાં મળે છે?
સતત ચાલવાની ય આદત પડી ગઇ,
મળેછે બધે રાહ , સફર કયાં મળે છે?
અમે જોઇ લીધા મકાનો નાં જંગલ,
રહે માનવી એ નગર કયાં મળે છે?
વફા જીવતાંને નથી ઘર કો મળતાં,
અને મૃત્યુ વિણ પણ કબર કયાં મળે છે?
(26સપ્ટે?2007)