Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | September 23, 2007

દિલ તણા નશાની_’વફા’

crown_of_thorn_28706_340.jpg 

દિલ તણા નશાની

_હાલત હતી કઁઈ એવી આ દિલ તણા નશાની .
કે જામ છોડી મુજપર દ્રષ્ટિ હતી બધાની.

આવી સિતમની વિજળી, માળો ધરી દીધો મેં
યાચી રહમ કદી જો યાચી ફકત ખુદાની.

વાતો કરી લીધી છે લઇ મૌનનો સહારો,
આકાશના વદન પર રેખા બની વ્યથાની .

તારી ઉપેક્ષા તો જો પાષાણ દિલ કરી ગઇ,
મહેકી રહી’તી ફૂલો સમ જિંદગી મઝાની.

મરતો રહ્યો જિવન ભર એની મૃદુ અદા પર,
નિરખી છબી શક્યો ના મારી જિવન અદાની.

જ્યારે હિના પીસાઈ પથ્થર તણા પ્રહારે
ત્યારે ચડી હથેલી_પાની ઉપર પ્રિયાની.

આ પાંપણો દિવસની બીડાય ઉંઘી જાશે,
સંધ્યા સવાર થાશે ખૂલશે કથા નિશાની.

સાંધી જિવનનો પાલવ દોરા થકી સમયના,
પ્રતીક્ષા કરે કયાં માનવ ? કાતર સમી કઝાની.

ફૂલો ગણી ચમનનાં કાંટા કદી ચુમેલા,
કેવી હશે ?પ્રણયમાં દીવાનગી ’વફા,ની

(ઇસમાઈલી_ 11 જુલાઇ1967)

Responses

ફૂલો ગણી ચમનનાં કાંટા કદી ચુમેલા,
કેવી હશે ?પ્રણયમાં દીવાનગી ’વફા,ની

vaah! saras vaat kari wafa-saaheb!

praNayni divaanagee chhelli be panktionma bakhubi samajaavi didhi. uttam!

વફા સાહેબ,
સુંદર…..

કાંટાને ચૂમીજો,ફૂલો સદા મળશે.
ચાહત તારી ચેતન બસ એ રીતે ફળશે.
જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

Leave a response

Your response:

Categories