
અછાંદસ _ મોહંમદઅલી’વફા’
-
અનિંદ્રાના ગાઢ જંગલમાં
આંખોની બન્ને પાંપણોનું મિલન
શક્યતાના બાહુપાશથી છટકી ગયું
અને આંખોની બખોલો
ખુલ્લી રહી
પછી એ ખુલી આંખોમાં
તારા નિંદ્રાધિન આંખોના સ્વપ્નોનાં
સર્પો ફરી વળ્યા.
********
![]()
કડવાહટના તીણા નહોરો
કેટલા લાંબા થઇ ગયા
સૂર્યની લાંબી ડોકમાં ખૂંપી ગયા
અને ઉંડા ઉઝરડાઓ પાડી
દિન ભર લોહી ની નહર વહાવી
લોકો એને પ્રકાશ સમજી
ધોકો ખાઇ બેઠા
જયારે એ રક્ત થીજી ,સુકાઇ
કાળું પડી ગયું
અંધારાના સર્પો આ ધરાને ગળી ગયા.