Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | September 5, 2007

લાગણી ધોવાય છે _ ’વફા’

laagni.jpg

લાગણી ધોવાય છે

ને હવેતો રોજના સાથી નવા બદલાય છે.
રંગના શીશા ભરીને લાગણી ધોવાય છે.

આ ભમરવૃત્તિ યે શરમની હદ વટાવી જાય છે,
ફૂલ ને છોડી કદી ગોબર ઉપર અટવાય છે.

ખોખરું એ તો કરી નાખે ચમનના ઝાડને,
નામ એનું બદ તમીઝીની ઊધઇ કહેવાય છે.

એ જરા સહેલું ખરું પોલાણમાં જાવું ઘુસી,
શૃંગ તોડી જે વસે તે વીરલો કહેવાય છે.

આ ભરોસાની ઇમારત ને હવે તોડો નહીં,
બંગડીઓ તૂટશે તો આબરૂ નંદવાય છે.

એકનું પડખું હજી છોડ્યું નહી ભટકી નજર,
એ પતંગા ની કબર અગ્નિ મહીં ખોદાય છે.

નાયક થયો એ’વફા’ ખલનાયકો પણ એજ છે,
રોજના સાચે કહું આ નાટકો ભજવાય છે.

Leave a response

Your response:

Categories