કફન થી મળશે __ મોહંમદઅલી’વફા’
નયનથી મળશે.
નમનથી મળશે.
અધીરા કોઈ
વદનથીમળશે.
રહેલાં છેટાં
શરમથી મળશે.
ધરા થાકી ને
ગગનથીમળશે.
અમારા પથઆ
જલનથી મળશે.
બધા કાફલાઓ
ગમનથી મળશે.
તમારી આંખો
વહનથી મળશે.
ઉતારી છીછળ
ગહનથી મળશે
રખડતા કાંટા
ચમનથી મળશે.
બધા કંકાલો
વતન થી મળશે.
સુગંધ મૃત્યુની
કફન થી મળશે.
.
વફાનો રંગતો
મિલનથી મળશે.
(27ઓગષ્ટ2007)
