Posted by: Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | August 19, 2007

કોને ખબર_ ‘વફા’

81_gthumb.jpg 

કોને ખબર_ મોહંમદઅલી ‘વફા’

ખૂન ઈનસાનોનું થશે કોને ખબર?
રાજ શયતાનોનું થશે કોને ખબર?

દીપ માનવતાના ધર્યા કઇં માનવે,
માન હેવાનોનું થશે કોને ખબર?

ફૂલ બાગે ચીરી જિગર મહેકાવ્યા ,
નામ વીરાનાનું થશે કોને ખબર?

નામવરના નામ પર છેદો પડયા,
કામ ગુમનામોનું થશે કોને ખબર?

ફેરવી દીધું પાણી અમારા નામ પર.
ધામ બદમાશોનું થશે કોને ખબર?

‘સહિયારું સર્જન’ પર કોને ખબર? ની અન્ય રચના વાંચવા નીચેની લીંક કલીક કરો.

http://sarjansahiyaaru.wordpress.com/2007/08/17/sarjankriya48_kone_khabar/#comments


Responses

  1. I ENJOY GAZALS AND YOUR WORK.

  2. Really nice one. Impactful words.


Leave a response

Your response:

Categories