Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | August 18, 2007

તો સારું. _ ’વફા’

brokenmirror.jpg 

 

તો સારું. _ મોહંમદઅલી’વફા’
ગઝલ

જિવનનો આયનો પણ આ જરા તરડાય તો સારું.
મને ભંગિમાંજ મારી તૂટતી દેખાય તો સારું.

ફટકિયાંથી રમી ને કયાં સુધી બહેલાવવું દિલને,
કદી આ પ્રેમનું મોતી જરા વિંધાય તો સારું.

મઢી દીધું તમે સ્મિત જે કચકડાની હઠેળીમાં,
હવે એ જિંદગીમાં પણ કદી પડઘાયતો સારું.

ઘણાયે નામનો મેળો, ઘણી લાંબી ભરી યાદી,
અમારા નામનો નાકૂશ પણ ફૂંકાયતો સારું.

થયાં કંઇ કેટલા વર્ષો છતાં આ બંધ સુરાહી છે,
‘વફા’એ ઊભરે તૂટે અને છલકાય તો સારુ .

‘વફા’મ્હોરું ઉતારીને અસલ ચહેરો બતાવી દો,
કદી અંદરથી તારો માનવી ડોકાયતો સારું.

(11એપ્રીલ2005)

Leave a response

Your response:

Categories