Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | August 16, 2007

તાજા કફનછે- ’વફા’

desertwith-thorns.jpg 

તાજા કફનછે-મોહહમ્મદઅલી ’વફા’

ઘણી કશમકશ થી ભરેલું જીવન છે.
હંસી હોઠ પર આંખે અશ્રુ વહન છે.

હજી તે ધરા છે હજી તે ગગન છે.
છતાં માનવીનુ કયાં સાબિત મન છે.

કહે કોણ કે આ અમારુ ચમન છે;
નજર જયાં પડે ત્યાં કાંટાળ વનછે.

ગમોની મદિરા કદી ખૂનનો મય
વતન સાકિઓનુ અનેરુ ઇજન છે.

ઘરો લૂટ્યાં તો કબર પણ લૂટી લો,
ઘણા શબછે તાજા ને તાજા કફન છે.

કળી ચુંઠવાનો મળ્યો જેને હુનર,
“વફા” એજ હાથોમા આખુ ચમન છે.

“વફા”તુ કરેછે અંહી તારુ મારુ
ફકીરોનુ તો વિશ્વ આખું વતન છે.

મોહહમ્મદઅલી ભૈડુ”વફા”(ઊકાઈ ૧૨-૦૧-૧૯૬૯)

Responses

‘વફા’ તુ કરે છે અંહી તારુ મારુ
ફકીરોનુ તો વિશ્વ આખું વતન છે.

વાહ, વફા સાહેબ.

Dear Wafa bhai,

I love your following lines. You have a poetic soul! With best wishes and warmest regards,

ઘરો લૂટ્યાં તો કબર પણ લૂટી લો,
ઘણા શબછે તાજા ને તાજા કફન છે.

કળી ચુંઠવાનો મળ્યો જેને હુનર,(hakka chhe)
“વફા” એજ હાથોમા આખુ ચમન છે.

“વફા”તુ કરેછે અંહી તારુ મારુ
ફકીરોનુ તો વિશ્વ આખું વતન છે.

Dinesh O. Shah, Ph.D.
Gainesville, Florida

વફા”તુ કરેછે અંહી તારુ મારુ

ફકીરોનુ તો વિશ્વ આખું વતન છે.

YOUR HEART I CAN FEEL VAFFA !

KEEP WRITTING MORE FOR SURFERS TO READ AND LEARN URDU !

Leave a response

Your response:

Categories