દૂર _ મોહંમદઅલી ‘વફા’ગઝલ
તારા દરદ, થી દૂર ને ,તારી દવા,થી દૂર.
પહોંચી ગયો છું આજ હું તારી સભાથી દૂર.
ખુદ્દાર દિલ હર દમ રહે એની સુરાથી દૂર.
એના નશાથી દૂર એની મયકદા થી દૂર.
ચાલો જરા નિજ ઘર મહીં યે સ્વાસ લઇ લઇએં
જેમાં ભળી ગઇ છે ઘૃણા એવી હવા થી દૂર.
તારા વિચારો ના સુમનમાં ઉગી ગયા કંટક,
ચાલો હવે પગચીરતી આવી જગાથી દૂર.
શબ્દોતણા આ આંગણે નાચી રહ્યો પ્રપંચ,
તે મૌન નાં સર્પો તણી વિષભર અદાથી દૂર.
શાયદ ‘વફા’ તુજ હાજરી ડંખીહશે જરૂર,
કઇ રીતના રહેવું કહો હકની સદા થી દૂર.
(1968)