શું થતે? _ મોહંમદઅલી’વફા’ગઝલ
ચૂકી જતે એ વાર તો શું થતે.
તૂટી જતે તલવારતો શું થતે.
લયમાં હતાં ગીતો બધાં ગુંજતાં,
તૂટી જતે એ તાર શું થતે.
સારું થયું ડૂબીગયા ઘાટ સહુ,
ડૂબી જતે મઝધાર શું થતે.
ખુંપીગયાં સહુ તીર તો દિલ મહીં,
બીજા થતે કંઇ વાર તો શું થતે.
ખૂલીજતે પાનું વચનનાં બાગનું,
સળગી જતે ઇકરાર તો શું થતે.
તડપી ગયાં એ ખંજરની ધારથી
ઉતરી જતે એપાર તો શું થતે.
સચવાઇ રહી ઇજ્જત ગુલોની વફા
મ્હેકી જતે આખાર તો શું થતે.
7ઓગ.2007