નિસાસા __ મોહંમદઅલી’વફા’
ગઝલ
સળગતા રહેછે નયન નાં નિસાસા.
ગગન ચીરતા આ ચમન ના નિસાસા.
રણે ઝાંઝવા ને હરણ નાં ગળામાં,
ભટકતા રહેછે જિવનના નિસાસા.
વસંતોની માતમ કરેછે ખિંઝાઓ,
ફરે કંટકો પર સુમન નાં નિસાસા.
હ્રદયની કબરમાં નિરાશા દફન છે,
રહેછે ધબકતા કફન નાં નિસાસા
ગગનની હથેળી ધરે સાત રંગો ,
બધા રંગમાં છે ગગનના નિસાસા
વફા રાત વાવી આ કોણે ખબર છે ?
સૂરજનાં ગળાનાં કવનનાં નિસાસા.
શબનમ(માસિક)_સુરત 1968