તલવાર પર શું લખું? __મોહંમદઅલી’વફા’
ગઝલ
તૂટી ગયે લા તાર પર શું લખું?
રૂઠી ગયેલા પ્યાર પર શું લખું
શબ્દોતણી આખી જમાત ક્રોધશે,
તુજ પાંપણોની ધાર પર શું લખું?
વાવી દીધી હોઠો ઉપર વારતા
આંખો તણા અણસાર પર શું લખું?
ઉતરી ગયું કો’ તીર આવી સોસરું,
એતો કહો તલવાર પર શું લખું?
ફૂલો ઉપર ખૂશ્બુ બધી ચીતરી,
બાકી રહેલા ખાર પર શું લખું.?
જીતો ઉપર પણ કોદિ લખ્યું નહી,
મુજને કહો આ હાર પર શું લખું.?
એતો રહે પરદા તણી ઓઠે ‘વફા’
અદમ વ અઝલ દિલદાર પર શું લખું.?
27July2007-07-27
અદમ=જે હમેશાથી છે(ખુદા) વ=અને અઝલ= જે હમેશા રહેશે(ખુદા)
સહિયારું સર્જન’ તરફથી ‘શું લખું? રદીફ સાથે ગાગાલગાગાગાલગા,ગાલગા છંદ પર ગઝલ સર્જનનાં નિમંત્રણ રૂપે આ રચના સર્જાય છે.અન્ય કવિમિત્રોની રચના પણ ‘સહિયારું સર્જન’પર ક્રમશ: આવશે.માટે નીચેના URL પર ચેક કરતા રહેશો. ‘શું લખું? રદીફ પર અન્ય રચનાઓ માણવાની મઝા આવશે.
આભાર,’સહિયારું સર્જન.’ વફા?
http://sarjansahiyaaru.wordpress.com/2007/07/27/sarjankriya46_shu_lakhu/
अब तो क्या बाकी रहा जो लिखोगे वफा,
वक़्त् के शोलों ने मौजु कोइभी छोडा नहीं
By: irfan on July 27, 2007
at 9:52 pm
લખવાની દુવિધા સરસ લખી છે વફા સર… અભિનંદન !
હું તો હજી ‘શું લખું?’ સુધી પણ પહોંચી શકી નથી…
By: ઊર્મિસાગર on July 27, 2007
at 10:11 pm
લખવાની દુવિધા સરસ લખી છે વફા સર… અભિનંદન !!
હું તો હજી ‘શું લખું?’ સુધી પણ પહોંચી શકી નથી…
By: ઊર્મિ on July 27, 2007
at 10:11 pm
આટલી સુંદર ગઝલ પર શું લખું..?
સીવાય વાહ..વાહ..
આટલી સુંદર ગઝલ પર શું લખું..?
By: Sunil Shaha on July 28, 2007
at 1:21 am
Dear Vafa Saheb,
Thanks. Enjoyed all your Gazals.
Keep the spirit
Regards
Jay Gajjar
By: Jay Gajjar on July 28, 2007
at 3:19 pm