(કોઇ ફરક નહી હૈ રુદાદે ગમકા અબ ભી ‘વફા’
કહેનેકો આજ અંદાજ કુછ બદલા હુવાસા હૈ)
ચમનનેસહારે._મોહંમદઅલી’વફા’
ચમકવું નથી તુજ ગગન ના સહારે.
ચમકવું છે કેવળ જિવનના સહારે.
ઇલાહી તુ દે એક દોલત ખુદીની,
નથી જીવવું આ નમનના સહારે.
ચમકનાર ચમકી શકે આ ધરા પર,
સતત કોણ ચમકે ગગનના સહારે.
સુગંધો અમે પાથરી જઇ રણોમાં
તમારી મહેકછે ચમન ના સહારે.
નહીંતો ફકત જળના બિંદુ છે અશ્રુ,
મહત્તાછે એની નયનના સહારે.
પહોંચી શકાયું ન સાદા લિબાસે,
કબરમાં જવાયું કફનનાં સહારે.
’વફા’મૌન જ્યારે લપાશે બરફમાં,
હ્રદય આગ ઝરશે કવનનાં સહારે.
(‘ઈનસાન’ ઓગષ્ટ1969)