Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | July 24, 2007

ભલી લાગણી છે_મોહંમદઅલી’વફા’

ભલી લાગણી છે_મોહંમદઅલી’વફા’
ગઝલ

અને એ તમારી ભલી લાગણી છે.
મને આ દરદ ની મતા સાંપડી છે.

અમારી વિપદની ન કોને પડી છે.
નજર તો બધાની તમારા ભણી છે.

રહી કંટકોમાં મહેકે સદાએ,
ગુલોના જિવનની અજબ ફિલસૂફીછે.

ઉઠે છે કદી શબ્દ ના હોઠ કંપી,
કદી મૌન ની આંખ જો સળવળી છે.

અહેસાન તારો મળી મુજને ઠોકર
હવે આ હ્રદય ની આંખો ખુલી છે.

ખુદાયા તુ ધીરજ અમોને અતાકર,
જુલમ ની હવેતો વરસતી ઝડી છે.

હવે આગમન થાય વહેલું તો સારુ
હવે તો પ્રતિક્ષાની ધીરજ ઘટી છે.

’વફા’છે કબરનું આ વેરાન જંગલ,
છતાં દોડ સહુની ફકત ત્યાં સુધી છે.

(તરહી કલમી મુશાયરો 13ડીસેંબર1968 ‘ઈસ્માઇલી’)

પંકતિ:સિતારે સિતારે નવી રોશની છે.

નોંધ: ઉપરોકત તરહી પંક્તિ પર કવિ મિત્રોને ગઝલ રચવાનું ભાવ ભીનું આમંત્રણ છે.વજન માં હશે તો ‘બઝમે વફા’ પર સહર્ષ પોસ્ટ કરવામાં આવશે

Responses

’વફા’છે કબરનું આ વેરાન જંગલ,
છતાં દોડ સહુની ફકત ત્યાં સુધી છે.

કેટલી ઊંડી વાત !! અતિ સુંદર.

YOU HAVE A GOOD BLOG.
I ENJOY YOR ” BAGE VAFA”
CANI PUT SOME OF YOUR WORK OR OM MY BLOG?

Leave a response

Your response:

Categories