Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | July 23, 2007

ખરતા સિતારાને_મોહંમદઅલી’વફા’

ખરતા સિતારાને_મોહંમદઅલી’વફા’

અમે સમજી ગયા છે આજ એ સૂચક ઇશારા ને.
ધરેછે મૌન પણ કહેતાં નથી કંઇ ચાહનારા ને.

તમરા હોઠ તો મલકી ગયા આ હોઠ પર બંદિશ,
હૃદયની વેદના પૂછો હૃદયના બાળનારા ને.

જિગરની વેદનાને આંખથી રેલાય જાવા દ્દો,
હવે ન રોકશો આવીને અશ્રુ સારનારા ને.

અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઇ બેઠા,
તમે પકડી હજી બેસી રહ્યા છો આ કિનારા ને.

નજરજો હોયજો સાચી બધા દ્રશ્યોજ સુંદર છે,
નજરમાં હોય જો ખામીતો દોષોકયાં નઝારાને.

ઘણી વસમી સફર એ હોય છે સહું સ્નેહી જન માટે,
છતાં રોકી શકેછે કોણ આ જગથી જનરાને.

બુલંદીનો અહમ જયારે કદી ઘુમરાય છે મનમાં.
વફા’નિરખી લઉંછું હું જરા ખરતા સિતારાને.

(11-6-1967ના તરહી કલમી મુશાયરાની ગઝલ’ઈસ્માઇલી’)

પંક્તિ:ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને

Responses

અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઇ બેઠા,
તમે પકડી હજી બેસી રહ્યા છો આ કિનારા ને.

ખુબ સરસ..!

નજરજો હોયજો સાચી બધા દ્રશ્યોજ સુંદર છે,
નજરમાં હોય જો ખામીતો દોષોકયાં નઝારાને.

અતિ સુંદ્દર,
ય દ્દ્રષી ભાવના તા દ્દ્રષી સિદ્દ્ધિ
Certainly. Beauty is in the eyes of the beholder.

EKDM SARAS..!

http://arzewafa.wordpress.com/2006/05/11/kainathee-kaheta/

કંઇ નથી કહેતા – મોહઁમદઅલી ’વફા’
Thursday, May 11th, 2006 in ગઝલ (Edit)
તમારી આઁખડીના આ ઇશારા કઁઇ નથી કહેતા.
થયુઁછે શુઁ હવે આ બોલનારા કઁઇ નથી કહેતા.
અમે આ આઁગળીઓ ડાળકીએ જઇ જરામૂકી,
અમારી યાદનાગુલ ખાળનારા કઁઇ નથી કહેતા.

ફેરવી દીધું પાણી અમારા નામ પર.
ધામ બદમાશોનું થશે કોને ખબર?

vah…

Leave a response

Your response:

Categories