Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | July 20, 2007

મુકતકો__મોહંમદઅલી’વફા’


રેત પર

આખું નગર પોઢી રહ્યું સરતા સમયની રેત પર.
યાદો ફરે જે રીતના મારા હ્રદયની રેત પર.

થોડી હવા જ્યાં ચાલશે ને પર્ણો બધા જાશે ઉડી,
આ બાગ તારો બાગબાં હર દમ પ્રલયની રેત પર.


વર્ષા થઇ

આંખમાં ને આંખમાં આ કેટલી ચર્ચા થઇ.
હોઠની ઝુંબિશ બધી બળતીરહી તણખા થઇ.

તે છતાંયે લાગણીઓ કેટલી કોળી રહી,
વાદળો છાયાં ઘણાં ને કેટલી વર્ષા થઇ.

Leave a response

Your response:

Categories