Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | July 18, 2007

લાગણી ___મોહંમદઅલી’વફા’

લાગણી

બેચાર ભીના શબ્દથી રીઝવી છે લાગણી.
હસ્યાં જરા એ આંખથી પલળી છે લાગણી.

એનો લિબાસે રેશમી ને મિજાઝે રેશમી
આંખો તણા કુંડા મહીં ઉછરી છે લાગણી.

એને કદી કો રીતથી ના જરા છંછેડશો
છે શાહજાદી મનતણી જબરી છે લાગણી.

નારાજગી પાષાણની વજ્ર્તા લઇને ફરે,
ને આમતો ફૂલો જ્યમ નમણી છે લાગણી.

એજો ઉઠે તો સાગરમહી તૂફાનો પાથરે
એજો શમે બે ચાર બુંદ ભરતી છે લાગણી.

કયારે વળે કોના તરફ ખુદ એને ના ખબર
કશ્તી મહીં એ પ્રેમની તરતી છે લાગણી.

એપ્યારના સહુ બોલને દિલથી પારખે
જો છેતરો એને તમે સળગી છે લાગણી

એની ગહનતા કોણ પામીઅહીં શકશે‘વફા’
એતો હ્રદયના સાત કોઠે ઉતરી છે લાગણી.

___મોહંમદઅલી’વફા’(18જુલાઈ2007)

Responses

કયારે વળે કોના તરફ ખુદ એને ના ખબર
કશ્તી મહીં એ પ્રેમની તરતી છે લાગણી.

એની ગહનતા કોણ પામીઅહીં શકશે‘વફા’
એતો હ્રદયના સાત કોઠે ઉતરી છે લાગણી.

Beautiful!

Leave a response

Your response:

Categories