બદલાઇ જાઇ છે._મોહંમદઅલી‘વફા’
સુગંધ બદલાઇ ના ચાહે ચમન બદલાઇ જાઇ છે.
સુરજ ચમક્યા કરે આખુ ગગન બદલાઇ જાઇ છે.
બધાયે ષૃંગ તોડી ને વહે દિલની સરિતાઓ,
વતન બદલાઇ જાઇ છે નયન બદલાઇ જાઇ છે.
કદી બદલાઇ છે ?આ પ્રેમના રકતનાં રંગો,
કદી સહરા કરે બદલી સુમન બદલાઇ જાઇ છે.
જરા ચોરી નયન ને લો , કરો પરદો ય યાદોથી,
ન બદલાશે એ સંવેદન સદન બદલાઇ જાઇ છે.
અમારી લાગણીમાં છે હજી હુબ્બે વતનનો રંગ,
કદી બદલાઇ ન કોકિલ ચમન બદલાઇ જાઇ છે.
અને તું પણ રહ્યો જિદ્દી જ બદલાતા જમાનામા,
‘વફા’ બદલી નહીં શક્યો વદન બદલાઇ જાઇ છે.
_મોહંમદઅલી‘વફા’
હુબ્બ=પ્રેમ
Posted in ગઝલ