પત્રો__મોહંમદઅલી’વફા’
હવેતો પાઠવે છે ક્યાં સનમ પણ નામના પત્રો.
બની એ ભૂતની ઘટના ઝળુંબે ગામના પત્રો.
વગર આ તારના વિશ્વે સબંધોને ઘસી નાંખ્યા
કરેના કોઇ સંબોધન બધા ગુમ નામના પત્રો.
કદી કો રાહ જોતું ,તુ અલી ડોસા તણા રૂપે,
હવે કયાં આવશે કોઇ મરિયમ નામના પત્રો.
બિચારી પોસ્ટ ઓફીસ પણ હવે સહરા બની ગઇ છે,
હતી એ મયકદાના રૂપમા લઇ જામના પત્રો.
‘વફા’એ તોહફા ચાંપી હૃદય સમ સાચવી લેજો,
હવે ઈ_મેલ ફોનો માં હશે કયાં જાનના પત્રો.
__મોહંમદઅલી’વફા’
શ્રી જુગલ કિશોળ મૂળ ગઝલ વાંચવા કલીક કરો
www.jkishorvyas.wordpress.com/