Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | June 20, 2007

નીકળી_મોહંમદઅલી ‘વફા


નીકળી_મોહંમદઅલી ‘વફા


કેમ બેસૂરી બધીયે વાંસળી નીકળી
જે ધરા પર પગ હતો એ પાંગળી નીકળી.

જાનનાં જામીન જયારે એમને મળ્યા પછી,
ઓઢવાને એ શહીદી આંગળી નીકળી.

પ્યારનો પહેલો સબક જ્યાં યાદ પણ ના થયો
ફટ દઈ આખા જિગરની માંગણી નીકળી.

રાતના ઝૂલ્ફો છવાયાં જામ કેફો ના લઇ,
એ નશાને માણવા ખુદ ચાંદની નીકળી.

ને ભરમ તૂટી ગયો જ્યારે જરા પરદો હટ્યો
તેગ જેને મેં ગણી એ ટાંકણી નીકળી.

વાત તો તારી હતી ને હું ‘વફા’ચર્ચાઈ ગયો
ઈ અને ઊની જરા કંઈ બાતમી નીકળી.


_મોહંમદઅલી ‘વફા’

તેગ=તલવાર

Leave a response

Your response:

Categories