Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | June 10, 2007

સુરજ_મોહંમદઅલી’વફા’


સુરજ_મોહંમદઅલી’વફા’

સંધ્યા પળે આ હાથ થી છટકી ગયો સુરજ.
એ રાતની છાતીમહીં ચિપકી ગયો સુરજ.

તાજી ગુઠેલી કેશમાં વેણી બળાપો કરે
મેંદી ભરેલા હાથને બટકી ગયો સુરજ.

ઉત્તરતણાં શ્રુગને હિમાળા ઝરણા મહી
કોક દિ આવી ને ધમકી ગયો સુરજ.

કેમ આજે દિવસે અંધાર છે ભાસી રહ્યો,
ક્યાંક તારા રૂપનો ભટકી ગયો સુરજ.

રૂપે મઢેલી રાત્રિ પહેલું મિલન બે કાળજે
ને પ્રાત:ના આકાશમાં ખટકી ગયો સુરજ.

ટાઢો ‘વફા’કરવો રહ્યો ,દાટી બરફ ના મહીં
થઇ આંખમાં રાતો પીળો સરકી ગયો સુરજ.

_મોહંમદઅલી’વફા’ (10જુન2007)

Responses

છેલ્લો શેર બહુ જ ગમ્યો. ક્રોધની સાથે સુર્યની સરખામણી …. સરસ અને નવો નક્કોર વીચાર…

Leave a response

Your response:

Categories