એક ખુલતે_મોહંમદઅલી’વફા’
ગઝલ
ન હોતે મૌન નું તાળું જરા તો વાત એક ખુલતે.
કરેલો એ તમે સાથે રહીને ઘાત એક ખુલતે.
કરેલા કેટલા ઉપકારનો બદલો હવે આપું,?
ઈશારો જો તમારો હોત તો વાત એક ખુલતે.
હવે આ કેશ વાદળનો રહેશે કયાં સુધી પરદો
હટી જાતે કદીઆ આવરણ પ્રાત; એક ખુલતે.
હવે ભૂલા પડેલા તારલાઓ ક્યાં શરણ લેશે,
જરા કાજળ સુરજને આંજતે તો રાત એક ખુલતે.
અમે છાતી સરસ વિંટેલ છે બસ એક ચિનગારી
જરા ચાંપી પલીતો લેત તો આગ એક ખુલતે.
‘વફા’ ખૂશબુ તણા બુટ્ટા છુપાવી કયાં તમે રાખ્યા
કદી શીશી અતરની જો ખુલીગઇ બાગ એક ખુલતે.
_મોહંમદઅલી’વફા’