વેદના_મોહંમદઅલી ‘વફા’
હોઠ પર વાવી હતી એ વેદના
મૌનમાં ઢાળી હતી એ વેદના.
ગીત સમજી એમણે ગાઈ લીધી
રાગમાં મારી હતી એ વેદના.
મહેક સમજી લોક પણ સુંઘ્યા કરે
ફૂલને પ્યારી હતી એ વેદના.
સોણલાના ઓશિકે પોઢી ગઈ
આંખને ભારી હતી એ વેદના.
એ તિમિરના દર્દમા ખોવાઇ ગઈ
ચાંદમાં નાહી હતી એ વેદના.
એ’વફા’શબ્દો મહીં સરકી પડી
સંગથી ભારી હતી એ વેદના.
_મોહંમદઅલી ‘વફા’
Posted in ગઝલ