Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | April 29, 2007

સાહિબા_મોહંમદઅલી’વફા’

સાહિબા

આટલો તો હોય ઈંતેઝાર સાહિબા
કેટલો કરવો હતો કંઇ પ્યાર સાહિબા.

આ અષાઢી મેહુલો અગ્નિ ભરી ગયો.
કેમ ઝીલવો આ શ્રવણનો ભાર સાહિબા.

પ્રેમના તમ ખોરડે જીવન વીતી ગયું
છે ધરા પર કયાં કોઈ ઘરબાર સાહિબા.

આપણો મેળો હતો બસ ચાર આંખનો
આપણે ભરવો ય કયાં દરબાર સાહિબા.

હીમ જો પીગળી રહ્યું ગરમાળી ઋતમાં,
આ વસંતે છેદશે દિલ ખાર સાહિબા.

હુ હવે કોકિલ ને કયાં ટહૂકતી રોકું
જાય ચુભતી આંબવાની ડાળ સહિબા.

ના ગમે આ આરસી માં મુખને જોવું
વિરહનો કર્યો મેં હવે શૃંગાર સાહિબા.

તુજ’વફા’પર એમતો વિસ્વાસ છે પ્રિયે
રોજ તૂટે આયખાનો તાર સાહિબા .

_મોહંમદઅલી’વફા’(29એપ્રીલ2007).

Responses

વિરહના કરીને શૃંગાર, શાયરે તો આયનાને શરમાવી દીધો છે !
ચાર આંખો મેળો કાંઈ નાનોસુનો થોડો છે; એને વળી દરબાર ભર્યાની જરૂરેય શી હોય ?!

સુભાનલ્લા.

શુક્રિયહ,જુગલ કિશોર સાહેબ.
કોઇ તો સમજતા હૈ હમારી જુબાનકો.
વફા

આપણો મેળો હતો બસ ચાર આંખનો
આપણે ભરવો ય કયાં દરબાર સાહિબા.

vaah! bahu sundar wafasaaheb!
aapki jabaan hum bhi samajhane vaalo mein hum bhi hai!

Leave a response

Your response:

Categories