Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | April 24, 2007

પડ્ઘા_મોહંમદઅલી.વફા,

પડ્ઘા


હવે શરમાય છે પડઘા
કશેછૂપાય છે પડઘા..

ગયા કયાં શબ્દ સહુ ડૂબી
ફકત સંભળાય છે પડઘા.

.ઉઠયું તૂફાન સાગરમાં
કિનારે ગાયછે પડઘા.

પ્રણયનો એક સ્વર પડતાં
મૃદુ પડઘાય છે પડ્ઘા.

ધરીલો મૌન ની વાચા
હવે ચિંખાયછે પડઘા.
 

વીણીને યાદના મોતી
કશે સંતાય છે પડઘા.

સુરજ અથડાયો આકાશે
કિરણ રેલાય છે પડઘા
‘વફા’ ઝીલો જરા એને
કહીં ઝિંકાય છે પડઘા.

___મોહંમદઅલી’વફા’

Responses

ekdm saras..!

Leave a response

Your response:

Categories