જીવવાનુઁ કોક બહાનુઁ મળ્યુઁ હશે
કાગળ ખચિત કો’ નનામુઁ મળ્યુઁ હશે.
કંગાળ એનો જીવ કેવો ખુશ થઈ ગયો
આ વસંતે ફૂલ મઝાનું મળ્યું હશે.
રાત્રિના હોઠ પર ફર્કી ગયું સ્મિત
કોઈ સ્વપન એ અદાનું મળ્યું હશે.
એ સજાવી દર્દ ને તૈયાર થઈ ગયો
કોઇ સરનામું દવાનુઁ મળ્યું હશે.
એ ‘વફા’ છોડી મહેફિલ નહીં જાતે
ઈજન નિશ્ચે એને ખુદાનું મળ્યું હશે.
_મોહમદઅલી’વફા’(19માર્ચ2007)