Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | March 17, 2007

દરદ શોધી તમે લેજો_ ‘વફા’

autumn3.jpg

દરદ શોધી તમે લેજો_મુહમ્મદઅલી ‘વફા’  

ગઝલ

દવા આપું તમોને હું દરદ શોધી તમે લેજો
અમારું કોઇ સરનામુ ન ઘર ગોતી તમે લેજો.

અમે તો બંધ રાખીશુ હ્રદયના દ્વાર સઘળાંએ
તમારે આવવું જો હોય દર તોડી તમે લેજો.

વિરહમાં ઝુરવું આવું તો સહચર પાલવે કયાંથી
તમોને હોય જો ફુરસદ નયન ફોડી તમે લેજો.

ખરેલાં પાંદડા નિરખી વસંતને યાદ કરજો પણ
તુટેલાં પાન ફૂલોના મળે જોડી તમે લેજો.

અમે સપનો મહીં આવી ન પજ્વીશું તમોનેપણ
અમારી યાદ જોઆવે કબર ખોડી તમે લેજો.

‘વફા’ પિડન પરાયાની નથી આદત અમારી પણ
અહીં થઇ જાય મિલન કો’દી નયન ચોરી તમે લેજો.

_મુહમ્મદઅલી ભૈડુ’વફા’

28જુલાઈ2006

Responses

સરસ ગઝલ છે વફા ભાઈ,

‘વફા’ પિડન પરાયાની નથી આદત અમારી પણ
અહીં થઇ જાય મિલન કો’દી નયન ચોરી તમે લેજો

આ શેર ખુબ ગમ્યો.

બે મુદ્દા તરફ ધ્યાન દોરીશઃ

૧) પહેલા શેર ને સમજવામાં થોડીક મુશ્કેલી થઈ. અમારું કોઇ સરનામું નથી તમે ઘર શોધી લેજો એમ જ કહેવાનો ભાવાર્થ હતો એમ સમજું છું.

૨) તમે “દર” વિશે લખેલી કમેન્ટમાં માત્ર બે શબ્દોના સરખાપણા પર નોંધ છે કે પછી “દ્વાર” શબ્દની વ્યુત્પત્તિ “દર” માંથી છે એમ કહેવાનો પ્રયાસ છે એ સમજાયું નહીં. કારણ કે હું સમજું છું એ પ્રમાણે તો દ્વાર શબ્દ સીધો સંસ્કૃતમાંથી આવેલો છે. (યદૃચ્છયા ચોપપન્નમ્ સ્વર્ગદ્વારમ્ અપાવૃત્તમ્… ભગવદ્-ગીતા ૨.૩૨) હા અવેસ્તા ગ્રંથની ભાષા (કે જેમાંથી ફારસીનો જન્મ થયો હશે ) અને સંસ્કૃતમાં ગજબનું સામ્ય છે. સંસ્કૃતમાં વપરાતા “સ” ના સ્થાને “હ” વાપરો તો એ બન્ને ભાષાઓ લગભગ એક જ છે એમ લાગે. એ ભાષામાં રહેલા દ્વારનું ફારસીમાં “દર” થયું હોય એ શક્ય છે.

પ્રિય હેમંત ભાઇ
આપની વાત સાચી છે.મેં આપને વિગતે ઈ_મેલ પાઠવ્યો છે.મજકુર ગઝલ નીચેની ટિપ્પણી કાઢી નાંખવમાં આવી છે.ગઝલ ની પ્રસંશા બદલ આભાર.
‘વફા”

Leave a response

Your response:

Categories