ગઝલ
હાથથી એ જામનુઁ છૂટીજવુઁ
ને હ્રદયની સુરાહીનુઁ ફૂટી જવુઁ.
વાળ આંખો માઁ કોઈ આવી ગયો
લાગણીના તારનુઁ તૂટી જવુઁ.
ત્રીશઁકુ થઇ મંઝિલ બધી તરફડી
ધૈર્યની થોડી હવા નુઁ ખૂઁટી જવુઁ.
કેસુડાના રંગ ફીક્કા થઇગયા
ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ.
પ્રેમનો હિમાળો ગરમાયો નહીઁ
રૂપનુઁ સુરજ બની વરસી જવુઁ.
વેદનાની ચાન્દની વરસી પડી
કંટકોનુ આભમા ખૂઁપી જવુઁ.
ધાર છાતીની ‘વફા’ તૂટી ગઇ
ભર બજારે દિલતણુઁ લૂઁટી જવુઁ
_છૂટી જવુઁ_મોહમ્મદ અલી ભૈડુ’વફા’